• ગઝલ, મનોવિજ્ઞાન અને જાતીય જીવન ત્રણેયના માનવજીવન ના ખુબ ઊંડાણના સ્તર સાથે સંબંધ છે. હું આ ત્રણેય વિષય સાથે ત્રણ થી ચાર દાયકાઓથી તીવ્રપણે સંકળાયેલો રહ્યો છું. ગઝલ શોખ છે જયારે સેક્સઓલોજી અને સાઈક્રિટ્રીસ્ટ પ્રોફેશન છે, પણ ત્રણેય માટે મને અદમ્ય પેશન છે . આ વિષયો દ્વારા હું માનવમનની ભુલભુલામણીયો ને પામવાની વિનમ્ર કોશિશ કરતો રહું છું. આ ઉત્ખનન માં સંકળાવા માંગતા તમામ ને આ ચાર પંક્તિઓ વડે આવકારું છું.
  • છે દિલ માં પાંચમું ખાનું તમે માનો કે નહિ માનો
    હું તો આવું બધું માનું, તમે માનો કે નહિ માનો
    મનોચિકિત્સા મુજને જીવતા રહેવાનું શીખવાડે
    ગઝલ શીખવાડે મરવાનું, તમે માનો કે નહિ માનો
Copyright © 2014 mukulchoksi.com All rights reserved.served.